પાણી (પય) પીયૂષ તૃપ્તિ ધરે છે
શીતળ કરે છે પરંતુ પીવાથી ઘટે છે;
તમારો પ્રેમ પ્રતિપળ વધે છે.
પ્રતિપળે નૂતન પ્રતિસ્થળે પૂરણ.
વખતના વીતવા સાથે બીજું બધું જૂનું થાય છે,
જીર્ણ બને છે, મટી જાય છે;
તમારો પ્રેમ ત્રિકાલાબાધિત અવસ્થાતીત
અખંડ યુવા રહે છે.
ન ઘટે છે, મટે છે, ન મરે છે.
ઉષા જેમ નિત્ય નવી, ધરતીનું એવું જ અમી,
મેઘધનુની મીઠી છટા, વૃક્ષોની નિતનવી ઘટા;
તમારો પ્રેમ એવો જ અવનવો અમૃતમય છે.
આશ્ચર્ય એ છે કે કોઈક જ એને ઓળખે છે,
કોઈક જ એના આસ્વાદ માટે તલસે છે.
એનું બિંદુ પણ પામે છે તે બડભાગ બને છે.
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)

