જીવનનું સર્વશ્રેષ્ઠ સુખ?
તમારું દર્શન.
સર્વોત્તમ શાંતિ?
સ્પર્શન.
જીવનની પરમ પ્રસન્નતા?
તમારી સાથેનું સંભાષણ.
તમારાં લોચનમાં, તમારી સુખદ સંનિધિમાં,
સ્વર્ગ, અપવર્ગ, પરમપદ.
તમારા અંગપ્રત્યંગમાં, અભિનયમાં
આનંદનો આવિર્ભાવ.
અનુગ્રહની અવિરત અમીવર્ષા.
તમારી પવિત્ર પદરજમાં રિદ્ધિસિદ્ધિ.
તો પણ તમે ભક્તના સુખે સુખી
દુઃખે દુઃખી.
સૌથી મહાન, મહિમામય
તો પણ ભક્તને મહાન માનનારાં,
મહિમામય કરનારાં.
તમે વિભુ વિરાટ
તો પણ તમારા પ્રેમીની આગળ
અલ્પ.
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)

