if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://mail.swargarohan.com/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હૃદય છે રાગથકી ભરપૂર.
તમારા અનુરાગે ભરપૂર.

ભાવ ભર્યા છે એમાં તેમજ
આવ્યું રસનું પૂર;
ઊર્મિતરંગ ઉછળતાં કેવાં,
સંવાદી છે સૂર ... હૃદય છે.

તમારામહીં રત છે, કેવલ
ભર્યું તમારે નૂર;
તમારી જ પૂજામાં ડૂબ્યું,
બીજું ગણતાં ધૂળ ... હૃદય છે.

તમને મળવા માટે ઝંખે,
છેક બન્યું આતુર;
તમારા જ રસમાં સ્નાન કરે,
યાદમહીં ચકચૂર ... હૃદય છે.

સોડમહીં એ ચહે સમાવા,
બન્યું ભાવભરપૂર;
‘પાગલ’ કહે સવેળા આવો
બજવી મંજુ નુપૂર ... હૃદય છે.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.