if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://mail.swargarohan.com/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હવે નથી રહેવાતું વિરહે, હવે નથી રહેવાતું.
લેશ નથી જ સહાતું સંકટ, લેશ નથી જ સહાતું ... હવે.

આજકાલ કરતામાં મારું વધી ગયું છે ખાતું;
અંતરનું આ આશાભીનું કુસુમ રખે કરમાતું ... હવે.

દિલનું દર્દ રહસ્ય નથી કોઈને પણ કહેવાતું;
મૂંગે મોંઢે ખૂબ સહ્યું મેં; કોને ના દેવાતું ... હવે.

ગીતમહીં આ અગન ઠાલવું, રાખી મન મદમાતું;
પરંતુ ગુપ્ત રહસ્ય કહું કે હૈયું નથી હરખાતું ... હવે.

તમારા વિના જગત બધું યે શૂન્ય મને દેખાતું;
તમારા વિના મુક્તિનું પણ સુખ નીરસ લેખાતું ... હવે.

મિલનતણું મંગલ સુખ મુજને કેમ નથી દેવાતું?
‘પાગલ’ કેમ સ્વજનનું સંકટ હરી નથી લેવાતું? ... હવે.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.