પૂર્વજન્મના પ્રેમને લીધે આપણાં અંતર એકમેક તરફ કોઈ અનેરા આકર્ષણનો અનુભવ કર્યા કરે છે.
પૂર્વજન્મના જ પ્રેમની વાત શા માટે કરવી,
અનંતકાળથી આપણા અનુરાગના અનંતસૂર એકધારા અસ્ખલિત રીતે ફૂટ્યા કરે છે,
અને હૃદય એકમેક તરફ વહ્યા કરે છે.
પૃથ્વી કરતાં પણ પુરાણી આપણી પ્રીત કદી તૂટતી નથી.
તેની ભરતી દિનપ્રતિદિન ચાલુ જ રહે છે.
ઓટ તો તેમાં આવતી જ નથી.
પૂર્વજન્મના પ્રેમને લીધે આપણાં અંતર એકમેક તરફ કોઈ અનેરા આકર્ષણનો અનુભવ કર્યા કરે છે.
એ આકર્ષણ કદી મટે નહિ.
તેના સંગીતની સુરાવલિ કદી તૂટે નહિ, એ મારી કામના છે.
ને એ કામના સાર્થક છે તેની મને ખબર છે.
કેમ કે તમારા હૃદયને હું જાણું છું.
તમારા હૃદયની રચના એવા પ્રકારની છે.
તમારા પ્રાણનાં પરમાણું એવા છે, કે તમે મને ભૂલી શકશો જ નહિ.
મારી પાસે આવ્યા વિના ને મને પ્રેમ કર્યા વિના રહી શકો જ નહિ.
પ્રેમ જ આપણું જીવન છે.
- શ્રી યોગેશ્વરજી

