Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
ચાંદની રાતે સરોવરની નજીકના ઉપવનમાં બે પ્રેમી બેઠાં હતાં: સ્ત્રીની કટિ લગીની લાંબી કેશલટમાં કુસુમની હાર હતી ને આંખમાં સુધા. પુરુષના હાથમાં વીણા હતી. તેમાંથી સ્વર છૂટતા હતા, ને બંને તો શ્રવણમાં મસ્ત બનીને બેઠાં હતાં.

કલાકેક પછી સંગીત શાંત થયું, ને બંને પ્રેમીજનો વાર્તાલાપ કરવાં માંડ્યાં. એટલામાં ત્યાંથી એક પંડિત પસાર થયા. પ્રેમીજનોને જોઈને તે બોલી ઊઠ્યા: ‘અરે બેશરમ પ્રેમીઓ! જે શરીર પર તમને પ્રેમ થયો છે તે શરીર નશ્વર છે તેની તમને ખબર છે? પ્રેમનો આ આલાપ ને રસ પણ નશ્વર છે. આ વિનાશી શરીરમાં તમે કેમ ફસાવ છો ?’

પુરુષે કહ્યું: ‘પ્રેમનો આ રસ ને આલાપ નશ્વર હોય તો પણ અમને અવિનાશી ઈશ્વરની પાસે પહોંચવાની શક્તિ આપનારો છે, માટે જ મંગલ છે. ને આ શરીર ને યૌવન છે ત્યાં સુધી ઠીક છે: નહિ હોય ત્યારે અમે શોક પણ નહિ કરીએ. કેમ કે તેમનામાં નહિ પણ તેમનામાં રહેલી અલૌકિક શક્તિ અમારી આસક્તિ છે.’

- શ્રી યોગેશ્વરજી