શાંતિની ઈચ્છાવાળા સાધકે સદગુરુને કહ્યું: ‘પ્રભુ મને શાંતિ ક્યારે મળશે? શાંતિ મેળવવા મારે શું કરવું જોઈએ?’
ગુરુએ કહ્યું: ‘ત્યાગ. ત્યાગ વિના શાંતિ ભાગ્યે જ મળી શકે છે.’
‘ત્યાગ તો મેં કર્યો છે;’ સાધકે ઉત્તર આપ્યો: ‘ઘરબારનો ત્યાગ કરીને હું તમારી પાસે આવ્યો છું. વળી મેં વસ્ત્રોનો ને વ્યવહારનો પણ ત્યાગ કર્યો છે. દુર્ગુણ ને મમતાનો ત્યાગ પણ મારાથી બને તેટલો કર્યો છે.’
‘તેની વાત હું નથી કરતો:’ ગુરુએ ખુલાસો કર્યો: ‘હું તો કહું છું કે તું મનનો ત્યાગ કર. મનને તેના મૂળ સ્વરૂપમાં સમાવી દે. શુદ્ધ કરેલું મન તેના મૂળ સ્વરૂપમાં મળી જશે, પછી જે શાંતિ મળશે તે અનેરી ને અસીમ હશે. મનનો એ ત્યાગ તું સાધી લે.’
- શ્રી યોગેશ્વરજી