Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

तस्माद्वा एते देवा अतितरामिवान्यान्देवान्यदग्निर्वायुरिन्द्रस्ते ।
ह्येनन्नेदिष्ठं पस्पर्शुस्ते ह्येनत्प्रथमो विदाञ्चकार ब्रह्मेति ॥२॥

tasmad va ete deva atitaram ivanyan
devan yad agnir vayur indras tena
hy enan nedishtham pasprishus te
hy etat prathamo vidam ch akara brahmeti.

ઈન્દ્ર, વાયુ ને અગ્નિદેવ સૌ દેવથકી છે મોટા તે,
પ્રભુની પાસે તે જ પહોંચ્યા સૌથી પ્રથમ કેમકે છે;
ઈન્દ્રદેવને વાયુ અગ્નિથી શ્રેષ્ઠ વધારે માન્યા છે,
ઈન્દ્રદેવતાએ પરમેશ્વર સૌથી પ્હેલાં જાણ્યા છે. ॥૨-૩॥

અર્થઃ

તસ્માત્ વૈ - એટલા માટે
એતે દેવાઃ - એ ત્રણે દેવો
યત્ - જે
અગ્નિઃ - અગ્નિ
વાયુઃ - વાયુ
ઇન્દ્રઃ - ઇન્દ્રના નામથી પ્રખ્યાત છે.
અન્યાન્ - બીજા (ચંદ્રમા જેવા)
દેવાન્ - દેવો કરતાં
અતિતરામ્ ઇવ - જાણે કે શ્રેષ્ઠ છે.
હિ - કારણ કે
તે - એમણે જ
એનત્ નેદિષ્ઠમ્ - એ અત્યંત પ્રિય સમીપસ્થ પરમાત્માને
પસ્પૃશુઃ - એમની પાસે પહોંચીને અનુભવ્યા
તે હિ - એમણે જ
એનત્ - એમને
પ્રથમઃ - સૌની પહેલાં
વિદાંચકાર - જાણ્યા (કે)
બ્રહ્મ ઇતિ - એ પરબ્રહ્મ પરમાત્મા છે.

ભાવાર્થઃ

પરમાત્માની પાસે પહોંચવાનું, એમને અનુભવવાનું, અને એમના મહિમાને જાણવાનું સદભાગ્ય સૌથી પહેલાં અગ્નિ, વાયુ અને ઇન્દ્રને જ સાંપડી શકેલું. એમના સિવાયના દેવો એ સદભાગ્યથી વંચિત હતા. તેથી બીજા બધા દેવો કરતાં એ ત્રણે દેવો વધારે ભાગ્યશાળી અને શ્રેષ્ઠ છે. પરમાત્માના વાસ્તવિક મૂળભૂત મંગલમય મહિમાને એ ત્રણે દેવો સૌથી પહેલાં સમજી શક્યા.