if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://mail.swargarohan.com/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
तस्मै तृणं निदधावेतदादत्स्वेति तदुपप्रेयाय सर्वजवेन तन्न ।
शशाकादतुं स तत एव निववृते नैतदशकं विज्ञातुं यदेतद्यक्षमिति ॥१०॥

tasmai trinam nidadhav etad adatsveti
tad upa preyaya sarva-javena tan na
shashakadatum sa tata eva nivavrite naitad
ashakam vijnatum yad etad yaksham iti.

યક્ષે એક તણખલું નાખ્યું, ઉપાડ આને એમ કહ્યું,
વાયુ ઉપાડી શક્યા નહીં તે; કોણ યક્ષ ના સમજાયું ! ॥૧૦॥

અર્થઃ

(એ યક્ષે) તસ્મૈ - વાયુદેવની આગળ
તૃણમ્ - એક તણખલાને
નિદધૌ - રાખ્યું (અને કહ્યું કે)
એતત્ - આ તણખલાને
આદત્સ્વ ઇતિ - ઉપાડ અથવા ઉડાડ
સઃ - એ વાયુએ
સર્વજવેન - પોતાની સમગ્ર શક્તિથી
ઉપપ્રેયાય - એની ઉપર આક્રમણ કર્યું (તોપણ)
તત્ - એને
આદુતામ્ - ઉપાડવા કે ઉડાડવામાં
ન એવ શશાક - કોઇ રીતે સફળ ના થયો
તતઃ - ત્યારે (ત્યાંથી)
નિવવૃતે - પાછો ફર્યો (અને દેવોને એણે જણાવ્યું કે)
એતત્ - આ
વિજ્ઞાતુમ્ - જાણવામાં
ન અશકમ્ - મને સફળતા ના મળી (કે)
એતત્ - આ
યક્ષમ્ - યક્ષ
યત્ ઇતિ - કોણ છે.

ભાવાર્થઃ

યક્ષે વાયુદેવનો પરિચય પામીને એમની આગળ અગ્નિદેવની આગળ મૂકેલું તેમ એક તણખલું મૂક્યું અને એને હઠાવવાની આજ્ઞા કરી. તણખલાનો મારી આગળ શું હિસાબ છે, એને હમણાં જ હઠાવીને જોતજોતામાં ઉડાડી દઉં છું - એવું માનીને એને ઉડાડવાનો એમણે પ્રયાસ કર્યો. પરંતુ સંપૂર્ણ શક્તિને અજમાવવા છતાં પણ તણખલું હાલ્યું પણ નહીં ત્યારે એમને આશ્ચર્ય થયું, સમસ્ત સંસારને ઉડાડી દેવાનો દાવો કરનારને એક તણખલાને હલાવવામાં નિષ્ફળતા મળી. વિષાદગ્રસ્ત વદને પાછા ફરીને એમણે દેવોને બધી હકિકત કહી. યક્ષના રહસ્યને ઉકેલી શકાયું નહીં.


We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.