तस्मिँस्त्वयि किं वीर्यमित्यपीदँ सर्वमाददीय यदिदं पृथिव्यामिति ॥९॥
tasmims tvayi kim viryam ity apidam
sarvam adadiya yad idam prithivyam iti.
ગયો વાયુ ત્યાં; તમે કોણ છો, યક્ષે તેને એમ પૂછ્યું,
વાયુદેવ છે નામ મારૂં; આ સૃષ્ટિ ઉપાડી સર્વ શકું ! ॥૮-૯॥
અર્થઃ
તસ્મિન સ્ત્વયિ - એ નામવાળા તારી અંદર
કિં વીર્યમ્ - શું સામર્થ્ય છે.
ઇતિ - તે કહે (ત્યારે વાયુદેવે જણાવ્યું કે)
અપિ - જો (ચાહું તો)
પૃથિવ્યામ્ - પૃથ્વીમાં
યત્ ઇદમ્ - આ જે કાંઇ છે.
ઇદમ્ સર્વમ્ - એ સર્વને
આદદીયમ્ ઇતિ - ઉપાડી લઇં, આકાશમાં ઉડાડી દઉં.
ભાવાર્થઃ
વાયુદેવને યક્ષે પૂછ્યું કે તારામાં કેવીક શક્તિ છે ?
એના ઉત્તરમાં વાયુદેવે ગૌરવપૂર્વક જણાવ્યું કે 'મારી શક્તિ ? મારી શક્તિ અનંત છે. હું જો ઇચ્છું તો સંસારના સઘળા પદાર્થોને, અરે સમગ્ર સંસારને ક્ષણવારમાં ઉપાડીને ક્યાંય ઉડાડી દઉં. એનો પત્તો પણ ના લાગવા દઉં.'

