Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
तदभ्यद्रवत्तमभ्यवदत्कोऽसीति वायुर्वा ।
अहमस्मीत्यब्रवीन्मातरिश्वा वा अहमस्मीति ॥८॥

tad abhyadravat tam abhyavadat ko 'siti vayur va
aham asmity abravin matarishva va aham asmiti.

ગયો વાયુ ત્યાં; તમે કોણ છો, યક્ષે તેને એમ પૂછ્યું,
વાયુદેવ છે નામ મારૂં; આ સૃષ્ટિ ઉપાડી સર્વ શકું ! ॥૮-૯॥

અર્થઃ

તત્ - એની પાસે
અભ્યદ્રવત્ - (વાયુદેવ) દોડી ગયા
તમ્ - એમને
અભ્યદ્રવત્ - (એ દિવ્ય યક્ષે) પૂછ્યું
કઃ અસિ ઇતિ - તું કોણ છે.
અબ્રવીત્ - (ત્યારે વાયુએ) જણાવ્યું
અહમ્ - હું
નૈ વાયુઃ - પ્રસિદ્ધ વાયુદેવ
અસ્મિ ઇતિ - છું.
અહમ્ વૈ - હું જ
માતરિશ્વા - માતરિશ્વાના નામથી
અસ્મિ ઇતિ - પ્રખ્યાત છું.

ભાવાર્થઃ

વાયુદેવને થયું કે અગ્નિને ભલે સફળતા ના મળી પરંતુ મને તો મળશે જ. હું યક્ષના રહસ્યને ઉકેલી શકીશ. યક્ષે એમની ઓળખાણ માગી. એટલે એમણે ગૌરવપૂર્વક જણાવ્યું કે 'મને સંસારમાં સૌ કોઇ ઓળખે છે. મારું નામ વાયુદેવ અથવા માતરિશ્વા છે.'