સંસારના સર્વશક્તિસંપન્ન સ્વામી
સર્વેશ્વરને પરમાત્માને ચિંતા થઈ,
સંસારનું સર્જન તો કર્યું
પણ
માનવ એનું વિસર્જન કરે છે,
કરી નાખશે તો?
એને અખંડ અમર આનંદમય રાખવા શું કરવું?
એમને સૂચવવામાં આવ્યું,
બધું ભલે ભસ્મ થાય
પરંતુ પ્રેમને અક્ષય રાખજો.
પછી સંસારનું વિસર્જન નહિ થઈ શકે.
સર્વાન્તર્યામી સર્વેશ્વરને એ સાંભળીને શાંતિ થઈ.
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)
* * * *
સમાપ્ત
* * * *

