તમે મને નવજીવન અર્પ્યું
નવેસરથી શરીર સમર્પ્યું;
તમને લાગ્યું હું તમારે માટે જીવી શકું તેમ છું
કાંઈક કામનું કરી શકું તેમ છું
તેથી મને જીવન અર્પ્યું,
મારે માટે નહીં, તમારે માટે શરીર સમર્પ્યું.
જે તમારું છે, તમે અર્પ્યું છે,
તેનો તમારે માટે જ વિનિયોગ કરવાનું
મારું પવિત્ર કર્તવ્ય થઈ પડ્યું.
એમાં કશું કહેવાનું ના રહ્યું.
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)

