दूत महाराजा दशरथ को राम की पराक्रमगाथा सुनाता है
(चौपाई)
सुनि सरोष भृगुनायकु आए । बहुत भाँति तिन्ह आँखि देखाए ॥
देखि राम बलु निज धनु दीन्हा । करि बहु बिनय गवनु बन कीन्हा ॥१॥
राजन रामु अतुलबल जैसें । तेज निधान लखनु पुनि तैसें ॥
कंपहि भूप बिलोकत जाकें । जिमि गज हरि किसोर के ताकें ॥२॥
देव देखि तव बालक दोऊ । अब न आँखि तर आवत कोऊ ॥
दूत बचन रचना प्रिय लागी । प्रेम प्रताप बीर रस पागी ॥३॥
सभा समेत राउ अनुरागे । दूतन्ह देन निछावरि लागे ॥
कहि अनीति ते मूदहिं काना । धरमु बिचारि सबहिं सुख माना ॥४॥
(दोहा)
तब उठि भूप बसिष्ठ कहुँ दीन्हि पत्रिका जाइ ।
कथा सुनाई गुरहि सब सादर दूत बोलाइ ॥ २९३ ॥
*
MP3 Audio
*
દૂત મહારાજા દશરથને રામની પરાક્રમકથા કહી સંભળાવે છે
રોષે ભૃગુનાયક ત્યાં આવ્યા બોલ્યા વચનોને મનભાવ્યાં;
દેખી રઘુવરનું પણ બળ કરી વિનય ગયા પછી વન.
રામ અતુલિત છે બળવાળા તેમ લક્ષ્મણ મહિમાવાળા
કંપે સિંહ શાવકથી હાથી એવા એમનાથી નૃપ ભાથી.
દેવપુત્ર તમારા જોઇ જોવા ગમતા હવે નવ કોઇ;
પ્રેમપ્રતાપ વીરરસવાળી લાગી દૂતની વાણી ન્યારી.
રાજા ભાવવિભોર તૈયાર થયા આપવા પુરસ્કાર,
કિન્તુ અનીતિ એને માની દૂતે ગ્રહણ કર્યું ના કાંઇ.
(દોહરો)
ગુરુ વસિષ્ઠ પાસે જઇ દૂત સાથ સઘળી
કથા કહી ભૂપે પછી સાદર પત્ર ધરી.

