if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://mail.swargarohan.com/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

दूत महाराजा दशरथ को राम की पराक्रमगाथा सुनाता है
 
(चौपाई)
पूछन जोगु न तनय तुम्हारे । पुरुषसिंघ तिहु पुर उजिआरे ॥
जिन्ह के जस प्रताप कें आगे । ससि मलीन रबि सीतल लागे ॥१॥

तिन्ह कहँ कहिअ नाथ किमि चीन्हे । देखिअ रबि कि दीप कर लीन्हे ॥
सीय स्वयंबर भूप अनेका । समिटे सुभट एक तें एका ॥२॥

संभु सरासनु काहुँ न टारा । हारे सकल बीर बरिआरा ॥
तीनि लोक महँ जे भटमानी । सभ कै सकति संभु धनु भानी ॥३॥

सकइ उठाइ सरासुर मेरू । सोउ हियँ हारि गयउ करि फेरू ॥
जेहि कौतुक सिवसैलु उठावा । सोउ तेहि सभाँ पराभउ पावा ॥४॥

(दोहा)
तहाँ राम रघुबंस मनि सुनिअ महा महिपाल ।
भंजेउ चाप प्रयास बिनु जिमि गज पंकज नाल ॥ २९२ ॥

*
MP3 Audio

*
 
દૂત મહારાજા દશરથને રામની પરાક્રમકથા કહી સંભળાવે છે
 
પુત્ર પ્રશ્નયોગ્ય ન તમારા સિંહ પુરુષોમાં અદભુત ન્યારા,
ત્રણ લોકના પરમપ્રકાશ, એમાં શંકાનો ના અવકાશ.
 
રવિ શીતળ ચંદ્ર મલિન સર્વે યશની આગળ હીન;
થઇ યોગ્યતા જોતાં પ્રતીત, સૂર્ય જોવા જોઇએ ના દીપ.
 
સ્વયંવરમાં ભૂપ અનેક હતા સુભટ શક્તિશાળી છેક,
શક્યા તોય ન કોઇ ફાવી શંભુધનુને શક્યા ન હઠાવી.
 
ત્રણે લોકે જે વીર ને માની ગયું ઊતરી એમનું પાણી;
મેરુગિરિને શકે જે ચળાવી બાણાસુર તે સમીપે આવી
 
કરી પ્રદક્ષિણા ગયો હારી; જેની શક્તિ ગણાયે ન્યારી
એવો ઉપાડનારો કૈલાસ બેઠો રાવણ બનતાં નિરાશ.
 
(દોહરો)              
માત્ર રામ રઘુવંશમણિ સુણો મહા મહિપાલ,
શ્રમ વિણ તોડી ધનુ શક્યા ગજ જ્યમ પંકજનાલ.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.