Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

શાંત ચિત્ત કરી, કરી લો તો વિચાર જરી,
લાગશે મારી તમોને વાત છેક ખરી;
આરઝૂ મારી તમે સમજી જશો સઘળી,
શાંત ચિત્ત કરી, કરી લો તો વિચાર જરી.

વધારે પડતી નથી કૈં માગણી મારી,
જણાશે તમને; સમજશો ને દશા સારી;
બહુ વખતથી વાત છે મેં કેમ એક કરી,
શાંત ચિત્ત કરી, કરી લો તો વિચાર જરી.

માગવા જેવું તમારા વિણ ખરેખર શું?
ચાહવા જેવું તમારા વિણ નથી જ કશું;
એટલે ચાહું તમારી સાથ છેક વસું,
પ્રાર્થતો તમને સહીને કષ્ટ કાલ હસું.

કહે ‘પાગલ’ રહો તેથી પ્રેમસાથ મળી,
તરું કે અંધાર, જાયે પ્રાણ છેક ફરી;
અતિશયોક્તિ છે નહીં આમાં કશીય કરી;
શાંત ચિત્ત કરી, કરી લો તો વિચાર જરી.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit