Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

શુક્રવારની રાત આજ
તો શુક્રવારની રાત.

આજે કોલ મિલનનો આપ્યો
ફરીથી તમે માત !
અવશ્ય આવો આજ રાતનું
કરવા પુનિત પ્રભાત.

શુક્રવારની રાત આજ
તો શુક્રવારની રાત.

અંતરમાં આનંદ અનેરો,
કેમ કરાયે વાત;
વાત કરીએ મળો તમે તો,
ઉજ્જવલ થાયે જાત.

શુક્રવારની રાત આજ
તો શુક્રવારની રાત.

‘પાગલ’ પ્યાસી તલસે તમને
આતુર આંખે માત!
પાઈ પ્રેમપિયૂષ કરી દો
સફળ આજની રાત !

શુક્રવારની રાત આજ
તો શુક્રવારની રાત.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit