MP3 Audio
શ્રી યોગેશ્વર જય ગુરૂદેવ, સુરવર કરે તમારી સેવ
Shri Yogeshwar jai gurudev, survar kare tamāri sev
(O Guru Yogeshwar! Deities desire to serve you)
નાના મોટા કરે પ્રણામ, મનોરથ બને સફળ તમામ
Nānā motā kare pranām, manorath bane safal tamām
(Young and the old alike bow down to you; All their desires are fulfilled)
સાક્ષર તેમ નિરક્ષર સર્વ, મનાવતા દર્શનથી પર્વ
Sākshar tem nirakshar sarva, manāvtā darshan thi parva
(Your mere vision fills the heart of scholars and ordinary persons alike )
જનમ્યા પાવન ગુર્જર દેશ, તપ્યા હિમાલય દિવ્ય પ્રદેશ
Janamyā pāvan gurjar desh, tapyā himālay divya pradesh
(You were born in Gujarat and you purified yourself in the Himalayas)
ઋષિકેશ ને દેવપ્રયાગ, વસ્યા લઇ પ્રભુનો અનુરાગ
Rishikesh ne devprayāg, vasyā lai prabhuno anurag
(You resided in Rishikesh & Devprayag with a deep yearning for the Divine)
દર્શન દશરથ પર પામ્યા, સંકટ સઘળાંયે વામ્યા
Darshan dashrath par pamyā, sankat saghalāye vāmya
(You overcame all difficulties and were blessed with Divine vision at Dasharathachal)
કરી કુટિરમાં તપસ્યા ઘોર, અનશનવ્રત ધારીને ઓર
Kari kutirmā tapasya ghor, anshan vratt dhārine aur
(You performed penance in a small hut by observing vows of fasting)
વર્ષો સુધી રાખતા મૌન, બીજા કાર્યો ગણતા ગૌણ
Varsho sudhi rākhatā maun, bija kāryo gantā gaun
(You observed silence for years disregarding worldly activities)
પામ્યા જગદંબા દર્શન, સમાધિમાં પ્રભુનું સ્પર્શન્
Pāmyā jagdambā darshan, samadhimā prabhunu sparshan
(You attained the blessed vision of the Divine Mother and direct contact with the Divine in samadhi)
પામ્યા અદભુત અનુભવ અન્ય, કર્યુ એમ જીવનને ધન્ય
Pāmyā adbhut anubhav anya, karyu em jivanane dhanya
(You achieved awe-inspiring experiences and made your life sublime)
સિધ્ધો કેરી કૃપા મળી, સિધ્ધિઓ સંપૂર્ણ વરી
Sidhho keri krupa mali, sidhhio smpurna vari
(You were graced by accomplished souls and were bestowed with supernatural powers)
તોપણ સરળ સ્વભાવ સદા, આસક્ત નહીં થયા કદા
Topan saral swabhav sada, āsakta nahin thayā kadā
(Yet, you remained simple by nature and untouched by those extraordinary powers)
માતાજીને રાખ્યા પાસ, એકાંત મહીં કરતાં વાસ
Mātājine rākhyā pās, ekānt mahi kartā vās
(You kept and cared for your mother while dwelling in secluded places)
દર્શાવ્યો સેવાનો રાહ, છોડી લૌકિક સઘળી ચાહ
Darshavyo sevano rāh, chhodi laukik saghali chāh
(You showed the path of selfless service leaving aside all worldly desires)
યાત્રાઓ અણમોલ કરી, માતાજીને શાંતિ ધરી
Yatrao anmol kari, mātājine shānti dhari
(You went on many pilgrimages and fulfilled your mother's desire)
પ્રભુરૂપ બનીને વિહર્યા, પ્રકાશને દેતાં વિચર્યા
Prabhu rup banine viharyā, prakāshne detā vicharyā
(You spread the Divine light as a Divine incarnate)
મર્મ શાસ્ત્રના દિવ્ય ગ્રહ્યા, જીજ્ઞાસુને સમસ્ત કહ્યા.
Marm shāstranā divya grahyā, jignāsune samasta kahyā
(You captured the essence of the scriptures and shared it with spiritual aspirants)
પ્રવચન લેખનથી અણમોલ, સેવા કરી કહે તે કોણ
Pravachan lekhanthi anmol, seva kari kahe te kon?
(You served mankind with your invaluable lectures & writings, how can we express it in words?)
પરદેશ મહીં ધર્મ પ્રચાર, કર્યો જઈને વારંવાર
Pardesh mahi dharma prachār, karyo jaine vāramvār
(You promulgate the religious gospel overseas on number of occasions)
ધન, ધરા, રમા મુક્ત રહ્યા, આદર્શ પરમ દિવ્ય ગ્રહ્યા
Dhan, dharā, ramā mukta rahyā, adarsha param divya grahyā
(You stayed away from the passions of fame, money and women thereby depicted supreme principles)
રાય તથા રંક તણા ભેદ, તમને અડતા ન લવલેશ.
Rāy tathā rank tanā bhed, tamne adta nā lavlesh
(You treated poor and rich alike and never favored anybody)
જ્ઞાનમૂર્તિ સંપૂર્ણ તમે, વેદ બધા સપ્રેમ નમે.
Gyān murti sampurna tame, ved badhā saprem name
(You remained an idol of knowledge and an authority on scriptures)
પ્રેમતણા છો પ્રગટ સ્વરૂપ, અવર્ણનીય અનાદિ અનુપ.
Prem tanā chho pragat swarup, avarniya anādi anup
(You are Divine love incarnate, indescribable and infinite)
કરૂણાસાગર શોભાધામ, સંયમશીલ મૂર્તિ કૃતકામ,
Karunā sāgar shobhā dhām, sanyamshil moorti krutkām
(You are a fountain of compassion; a master of discipline and action)
અભયંકર હે અભય સ્વરૂપ, શાંતિ તણા સાગર રસરૂપ,
Abhayankar he abhay swarup, shānti tana sāgar rasrup
(You are an example of fearlessness; an ocean of peace & bliss)
દૈવી સંપત્તિ સ્વામી, નિર્ગુણ નાગર નિષ્કામી.
Daivi sampatti swāmi, nirgun nāgar nishkāmi
(You possessed Divine powers, yet you remained courteous)
રિધ્ધિ સિધ્ધિના દાતા, ગુણ પ્રભુના નિશદિન ગાતા.
Riddhi siddhi nā dātā, gun prabhunā nishdin gātā
(You bestows spiritual powers; you 're always engrossed in reciting the Divine)
નિર્મળતા ટપકે નૈને, તેજસ્વી ભરતાં પ્રેમે.
Nirmaltā tapake nei ne, tejaswi bharta preme
(Your eyes are radiant with Divine love and overflows with humbleness)
મુખ મંડળ પર મધુર પ્રસાદ, દૂર કરે સઘળોય વિષાદ.
Mukh mandal per madhur prasād, dur kare saghloy vishād
(Your face reveals sweetness and eradicate all sorrows)
ક્રાંતિ ભરેલી છે કાયા, શાંતિ તણી જાણે છાયા.
Krānti bhareli chhe kāya, shānti tani jane chhāya
(your figure is beaming with brilliance and You carries peace along with)
તપથી તૃપ્ત થયાં અંગાંગ, રસમાં સ્નાન કરે સર્વાંગ
Tapthi tapta thayā angang, rasmā snān kare sarvāng
(You purified yourself with rigorous penance; You're submerged in heavenly state)
શ્વેત વસ્ત્રો ને ઋષિનો વેશ, અહંકાર તો ના લવલેશ.
Swet vastro ne rushino vesh, ahankār no nā lavlesh
(Your white costume reminds us of Rishies; You've won over your ego)
જોતાં વેંત જ આદર થાય, પ્રેમ પ્રગટતાં સંશય જાય
Jotā ventaj ādar thāy, prem pragatatā sanshay jāy
(Your mere glance awakens admiration & your acquaintance removes all doubts)
મધુર ચલન ને મધુર વચન, મધુર દ્રષ્ટિ ને મધુર વદન.
Madhur chalan ne madhur vachan, madhur dasti ne madhur vadan
(Your every movement and every utterance is filled with sweetness; Your face and your eyes are honeysweet)
મધુમય ભાવ વિચાર તથા, શમાવતા સર્વત્ર વ્યથા.
Madhumay bhāv vichār tathā, shamāvtā sarvatra vyathā
(Your thoughts and emotions are noble and sublime, it eliminates gloom)
વસંત ઋતુની જેમ ફરે, મંગલ સૌનું સદા કરે
Vasant rutuni jem fare, mangal saunu sadā kare
(You rejuvenates and revives everybody like a spring)
નવજીવન દે, શાંતિ ધરે, ત્રિતાપને તત્કાળ હરે.
Navjivan de shanti dhare, tri-tāpane tatkāl hare
(You revitalize people with peace; You wipes out their pains and miseries)
તારા તપે અનેક નભે, સૂર્ય ચંદ્ર પણ એક જ છે
Tārā tape anek nabhe, surya chandra pan ekaj chhe
(Amidst innumerable stars in the sky, there is one and only one sun and moon)
એવા એક તમે જગતમાં, પડે સિધ્ધ મુનિ સુર પગમાં
Evā ek tame jagamā, pade siddha munishur pagamā
(Similarly, you are unique, that's why the greats & powerful bows down to You)
શરણ અમોને સદા ધરો, સકળ કામના પૂર્ણ કરો
Sharan amone sadā dharo, sakal kāmnā purna karo
(O Gurudev! Never keep us away from you and listen to our sincere prayers)
જ્ઞાન ધ્યાન ભકિત વૈરાગ્ય, આતમનો આપો અનુરાગ
Gyān dhyān bhakti vairagya, ātamano āpo anurāg
(Give us knowledge, concentration, devotion and renunciation; Open the treasures of our soul)
કરો પવિત્ર સદા અમને, પ્રાર્થીએ નિશદિન તમને
Karo pavitra sadā amane, prārthiye nishdin tamane
(Bless us with purity, that's forever our prayer to you)
ભુલીએ નિજરૂપ નહીં, લિપ્ત બનીએ નહીં કહી
Buliye nijrup nahin, lipta baniye nahin kahin
(May we never forget our self and become engrossed in material things)
નિર્મમ નિરાસક્ત સઘળે, તારો જીવન તેમ તરે
Nirmam nirāsakta saghale, taro jivan tem tare
(Emancipate us from attachments & worldly bondages; Lead us to the Divine)
ક્ષતિ અમારી ક્ષમા કરો, અલ્પ ગુણોને ઘણા ગણો
Kshati amāri kshamā karo, alpa gunone ghanā gano
(Forgive us for all our imperfections & wrong doings; Look only at whatever virtues we hold)
સદા આપજો આશીર્વાદ, જગવી પરમાત્માનો નાદ
Sadā āpajo āshirvād, jagavi paramātmāno nād
(Forever grant us your blessings; Awaken the Divine connection within)
જીવનમંગલ અમે કરી, ધ્યાન ધારણા નિત્ય ધરી
Jivan mangal ame kari, dhyān dhāranā nitya dhari
(May we live our life piously by always meditating and praying)
જીવનમુક્ત બનીએ સર્વ, માણીને જીવનનું પર્વ
Jivanmukta banie sarva, mānine jivananu parva
(May we become free from all bondages & celebrate the rare opportunity of precious human life)
ફરી કરીએ આજ પ્રણામ, ભાવભકિતથી અમે તમામ
Fari karie āj pranām, bhāv bhaktithi ame tamām
(O Yogeshwar! Accept our love and devotion filled humble salutations)
યોગેશ્વર પ્રભુ દીનદયાળ, અનુગ્રહ વરસાવો તત્કાળ
Yogeshwar prabhu dindayal, anugrah varsavo tatkāl
(O the embodiment of compassion! Shower us with your grace at once)
પાઠ કર્યાથી શાંતિ મળે, ચિંતા, જડતા ભીતિ ટળે
Path karyāthi shānti male, chinta jadatā bhiti tale
(May the recitation of this verse give us solace; May all our worries and fear dispel)
એક વાર વધુ વાર સપ્રેમ, વહન થાય છે યોગક્ષેમ
Ekvār vadhuvār saprem, vahan thāy chhe yogkshem
(O the sole caretaker of our life! Accept our repeated prostrations)
દોહરો
(dohra)
ચરણકમળમાં પ્રેમથી, વારંવાર પ્રણામ
charan kamalmā premthi, vāramvār pranām
(We bow down humbly at your blessed feet)
રક્ષો ભવસાગર તણાં, વિધ્નો થકી તમામ.
raksho bhavsāgar tanā, vighno thaki tamām
(Protect us from all obstacles in this ocean of life)
દયામય યોગેશ્વર ભગવાન
dayāmay yogeshwar bhagwān
(O Lord Yogeshwar! An idol of compassion, We bow down to you)
કૃપાળુ યોગેશ્વર ભગવાન
Krupalu yogeshwar bhagawān
(O Lord Yogeshwar! The ever graceful, We bow down to you)
ગુરૂદેવ યોગેશ્વર ભગવાન
gurudev yogeshwar bhagawān
(O Yogeshwar! The master teacher, We bow down to you)
બોલો ભાઇ સબ સંતન ભગવાન
bolo bhai sab santan bhagwān
(O saints and divine incarnations! We bow down to you)
રચના સમયના મનોભાવો
બાવન લીટીઓનું પદ તે બાવની. ગુજરાતમાં દત્તબાવની પ્રચલિત છે, જેમાં દત્તાત્રેયના જીવનમાં કૃપાકાર્યોનું વર્ણન છે. અહીં પણ એ રીતનું પદ લખાયું, જેમાં અમારા સદગુરુ પૂજ્ય શ્રી યોગેશ્વરજીના જીવનની કથા વણી લેવાઈ છે.
પૂજ્ય શ્રી યોગેશ્વરજીની કઠિન સાધના, તેનાં પરિણામો, વળી તેઓશ્રીનો માતૃપ્રેમનો આદર્શ, જીવનકાર્ય, પહેરવેશ અને વિવિધ પ્રતિભાની એક ઝલક આ પદમાં વણાઈ ગઈ છે. આ પદમાં સમર્થ સદગુરુને ચરણે થયેલી સાત્વિક પ્રાર્થનાઓ પણ જોવા મળશે. સાચો સાધક સમર્થ સદ્ ગુરુ પાસે શું માંગે ? ધન ? ના. એ તો જીવનમુક્તદશા માંગે. વળી, પ્રભુપંથે નડતા વિક્ષેપોને દૂર કરીને પવિત્રતા, ભક્તિભાવ, જ્ઞાનવૈરાગ્ય માંગે, જેથી જીવનનું મંગલ થઈ શકે.
આ પદના પાઠથી કોઈ સાંસારિક ઈચ્છાઓ પૂર્ણ ના પણ થાય, છતાં શાંતિ તો મળે જ. સાધનક્ષેત્રે આવતી જડતા ઓછી થાય અને જીવનનું સાચું સંરક્ષણ સાંપડી શકે.
આ પદના ગુજરાતમાં વિવિધ સ્થળોએ ચાલતાં ધ્યાનકેન્દ્રોમાં ઘણીવાર ગવાય છે. એમાંથી સાધકો પ્રેરણા, શાંતિ તથા માર્ગદર્શન મેળવે છે.
-------
Bavani is fifty two lines of worship. It is a unique form of devotional song. In Gujarat, Dutt Bavani composed by Shri Rang Avdhoot Maharaj became immensely popular and is today sung in countless houses.
Maa Sarveshwari in her own way offered this unique 52 lines of worship to her spiritual master, Shri Yogeshwarji. Being a gifted poetess, Maa has delicately wove various facets of Yogeshwarji in this offering. Beginning from Yogeshwarji's birth at Saroda, the Bavani illustrates works of Yogeshwarji and his qualities in this easy to sing verse.
Created in 80's in the presence of Shri Yogeshwarji, this bavani has found place in daily routine of all the devotees of Shri Yogeshwarji across the globe. The beauty of this Bavani is that it can be sung in different styles.

