if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://mail.swargarohan.com/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

१६. न चैकचित्ततन्त्रं वस्तु तद् अप्रमाणकं तदा किं स्यात् ।
16. na cha eka chitta tantram ched vastu tat pramanakam tada kim syat

દૃશ્ય વસ્તુ કોઇ એક ચિત્તને આધીન નથી. કેમ કે જ્યારે તે ચિત્તનો વિષય નહિ રહે તે વખતે તેનું શું થશે ?

દૃશ્ય વસ્તુને કોઇ એક ચિત્તની કલ્પના જ માની લેવામાં આવે, તો તેને જોવાનું જ્યારે ચિત્ત છોડી દે, ત્યારે તેનું અસ્તિત્વ ના રહેવું જોઇએ. પરંતુ વસ્તુ તો એમ ને એમ જ રહે છે. તેથી નક્કી થાય છે કે દૃશ્ય વસ્તુ ચિત્તથી ભિન્ન છે ને સાચી છે.

*

१७. तदुपरागापेक्षत्वात् चित्तस्य वस्तु ज्ञाताज्ञातम् ।
17. tad uparaga apeksitvat chittasya vastu jnata ajnatam

વસ્તુનું દર્શન કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વસ્તુના પ્રતિબિંબની જરૂરત હોય છે. જે પદાર્થ કે વસ્તુનું પ્રતિબિંબ ચિત્તમાં પડે છે, એટલે કે ઇન્દ્રિયો દ્વારા જે વસ્તુના સંબંધમાં ચિત્ત આવે છે, તે વસ્તુનું જ્ઞાન તેને તે વખતે થઇ જાય છે. ને જે વખતે વસ્તુ ચિત્તની વૃત્તિનો વિષય બનતી નથી, તે વખતે તે અજ્ઞાત દશામાં રહે છે. ચિત્તને તેનું દર્શન કે જ્ઞાન થઇ શક્તું નથી.

*

१८. सदा ज्ञाताश्चित्तवृत्तयस्तत्प्रभोः पुरुषस्यापरिणामित्वात् ।
18. sada jnatah chitta vrittayah tat prabhu purusasya aparinamitvat

ચિત્ત પરિણામી છે. તેથી બહારની વસ્તુઓને તે હંમેશા જોઇ શક્તું નથી. જે વસ્તુનો તેની સાથે સંબંધ થાય છે, તે વસ્તુને તે ત્યારે જોઇ શકે છે. પરંતુ તે ચિત્તનો સ્વામી કે અધિપતિ પુરુષ અપરિણામી છે. તેથી ચિત્તની વૃત્તિઓને તે હંમેશા જોયા કરે છે. જે વખતે જે વૃત્તિ તેની અંદર ઉત્પન્ન થાય છે ને લય પામે છે, તેનું તેને જ્ઞાન રહે છે.

*

१९. न तत् स्वाभासंदृश्यत्वात् ।
19. na tat svabhasam drishyatvat

ચિત્ત સ્વપ્રકાશ કે પ્રકાશસ્વરૂપ નથી. તે દૃશ્ય છે તેથી જડ છે. તે પોતાને જાણી શકતું નથી. તેનામાં જે ચેતનત્વનો ભાસ થાય છે તે ચેતનત્વ તો ચેતન પુરુષના પ્રતિબિંબનું પરિણામ છે.

*

२०. एकसमये चोभयानवधारणम् ।
20. eka-samaye cha ubhaye anavadharanam

બહારના પદાર્થનું ચિત્તમાં પ્રતિબિંબ પડે છે, ત્યારે પુરુષ અપરિણામી હોવાથી તેને તે પ્રતિબિંબ સાથેના ચિત્તનું જ્ઞાન થઇ શકે છે તે વાત સમજી શકાય તેવી છે. પરંતુ ચિત્ત પરિણામી છે. એટલે એકી વખતે તેને બે જાતનું જ્ઞાન થઇ શકતું નથી. પોતાના તેમજ દૃશ્ય પદાર્થના સ્વરૂપને તે એકીસાથે જાણી શકતું નથી. બાહ્ય સ્વરૂપને પોતાના સ્વામી દૃષ્ટા પુરુષની પાસે રજૂ કરી દેવું તે જ તેનું કામ છે. તેને જાણવાનું આગળનું કામ પુરુષનું છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.