વિનશ્વર વિશ્વે સનાતન કોણ આ,
મિત્ર સ્નેહી સ્વજન સઘળા પાંથશા
મળે ખેલ ઋણાનુબંધતણા કરે
હર્ષશોક ધરે, બને અભિશાપ કે
શ્રેષ્ઠ આશીર્વાદશા વિવિધ સ્થળે
જાય તે પાછા ન તે રૂપે મળે.
સમાગમ જીવોતણો શાશ્વત નથી
તોય બુદ્ધિ રહેતી મુજને કથી,
સમાગમમાં આપણાં જે આવતાં
સ્નેહનાં સુમનો સનાતન લાવતાં
મંદિરે મીઠી પરબ પર બેસતાં
વૃક્ષની શીળી સુખદ છાયામહીં
વાત કરતાં જે ઘડી કે બે ઘડી
એમની સંભાળ પૂરી રાખવી,
સમાગમનાં સ્વાદુ ફળને ચાખવાં,
સંમિલન તો સફળ સાર્થક આપણું
ઠરે, ને વિરહે રહે ન તાપવું.
- શ્રી યોગેશ્વરજી

