Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
તમે મારાં પ્રેરણાદેવી છો.
તમારામાંથી જ મારા જીવન, પ્રકાશ, ગીત ને મારી દુનિયાનો ઉદય થાય છે;
તમારામાંથી જ તે પોષણ પામે છે;
તમારે માટે જ તે સમર્પિત થાય છે
ને છેવટે તમારા જ મહિમામાં સમાઈ જાય છે.

તમે મારાં પ્રેરણાદેવી છો.
તમારે લીધે જ હું જીવનનો આનંદ લૂંટી શકું છું,
જીવનને ઉત્સવમય બનાવી શકું છું,
ને નવાં નવતર હિતને લઈને તમારી અખંડ આરાધનામાં તન્મય થઈ શકું છું.

તમે મારાં પ્રેરણાદેવી છે.
તમારી પ્રેરણા પ્રમાણે જ મારું જીવન ચાલે છે,
ને તમારી પ્રેરણા પ્રમાણે જ તેનો ઘાટ ઘડાય છે.
તમારા વિના મારું જીવન નીરસ બની જાય,
નિરર્થક થઈ જાય, ને નિષ્ફળતાના નમૂના જેવું બની રહે.
તમારે લીધે જ તે રસ ને કસથી ભરેલું બન્યું છે,
સાર્થક ને સફળ થયું છે, ને ધન્યતાને વર્યું છે.
તમારા વિના તે ખરેખર અપંગ થઈ જાય તેમ છે.
તમે મારાં પ્રેરણાદેવી છો.

- શ્રી યોગેશ્વરજી