if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://mail.swargarohan.com/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
તમે મારી સાથે કાયમને માટે રહેવા આવશો
ત્યારે મારી દશા કેવી અનેરી થઈ જશે તેની કલ્પના કરી શકો છો ?
આજે તમે તમારા અલૌકિક સ્વરૂપમાં મારી પાસે પ્રકટ થઈને
મને તમારા પ્રેમનું પીયૂષ પાયા કરો છો ત્યારે મારી આ દશા થાય છે,
તો તમે સદાને માટે મારી સાથે રહેવા આવશો
ત્યારે મારી દશા કેવી દૈવી થઈ જશે તેની કલ્પના કરી શકો છો ?

તમારી આંખોમાંથી મારી આંખોને હું પાછી હઠાવીશ નહિ,
ને છાતી પરથી છાતીને અલગ નહિ કરું.
તમારા હાથને હાથમાં લઈ તમારી રસસુધાનું પાન કરતાં હું બેસી રહીશ -
દિવસો, મહિના ને વરસો સુધી બેસી રહીશ ને તમારી મરજી મુજબ વિચરણ કરતો રહીશ.
ખાવું, પીવું ને સુવું મારે માટે મુશ્કેલ થઈ પડશે;
ને તમારા વિના મારું બધુંયે જગત અદૃશ્ય બનશે.

આજે તમારા પ્રેમમાં હું આટલો બધો મગ્ન છું,
તમારી પાછળ હું આટલો બધો પાગલ છું.
તો તમે મારી પાસે તમારા પરિપૂર્ણ રહસ્યને ખોલી દેશો
ને મારી સાથે સદાને માટે રહેવા માટે પ્રકટ થશો,
ત્યારે મારી દશા કેવી અનેરી થઈ જશે તેની કલ્પના કરી શકો છો ?

હા, તે વખતે પણ પૃથ્વીને મારામાંથી પ્રકાશ મળતો જ રહેશે.
માનવજાતિને જ નહિ પણ સમસ્ત મનુકુળને મારી મદદ મળતી રહેશે.
તેની મને ખબર છે કેમ કે મારું ને તમારું જીવન જ તે માટે છે :
બીજાના મંગલ માટે.

- શ્રી યોગેશ્વરજી
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.