મધરાત પછી માલતી મંડપ નીચે
ફૂલની તાજી માળા મારા હાથમાં મૂકીને તે મને વળગી પડી
ને મંદ સ્વરમાં કહેવા લાગી,
પ્રભુ, મારો પ્રેમ તમને નડતરરૂપ તો નહિ થાય,
તમારી સાધનામાં અંતરાયરૂપ તો નહિ થાય ?
એની અમૃતથી નીતરતી આંખમાં આંખ પરોવીને મેં ઉત્તર આપ્યો,
દેવી, એ શું કહ્યું ? એવી શંકા કેમ થઈ ?
પ્રેમ સદાયે પ્રશસ્ય, પુજનીય ને આશીર્વાદરૂપ છે.
તે કદી અંતરાયરૂપ બનતો નથી.
પ્રેમ તો સાધનાનો સરવાળો છે.
તેના વિના સાધનાનો સાર ને જીવનમાં રસ શો રહેશે તે કહી બતાવશો ?
મારે માટે તમે કોઈ સામાન્ય શરીરધારી નહિ પણ દેવી છો.
આજે તો નહિ પણ જન્મજન્માંતર સુધી તમે મારે માટે મંગલમય ને આશીર્વાદરૂપ હશો.
ને તે ખૂબ પ્રસન્ન થઈ.
- શ્રી યોગેશ્વરજી

