મસ્તક પર હાથ મૂકી આશીર્વાદ આપતાં સંતે સાધકને કહ્યું :
ખબર પડતી નથી કે બીજાને માટે મારા હૃદયમાં આટલો બધો પ્રેમ કેમ ઉત્પન્ન થાય છે !
સાધકની આંખ અચાનક થયેલી એ અમૃતની વર્ષાથી છલકાઈ ગઈ
ને તેણે ગદગદ કંઠે ઉત્તર આપ્યો,
પ્રભુ તમારા દિલમાં આટલો પ્રેમ નહિ વહે તો પછી મારે માટે આધાર જ ક્યાં રહેશે ?
અમારા જેવા પતિતોનો ઉદ્ધાર પછી કોણ કરશે ?
પુણ્યશાળી ને પાપી બંને તરફના પ્રેમથી પ્રેરાઈને તો પ્રભુ પોતે પણ અવતાર ધારણ કરે છે;
તો તમે આશીર્વાદના રૂપમાં આમ તમારા અંતરની અભિવ્યક્તિ કેમ નહિ કરો ?
બધે જ શાંતિ હતી. ને સૌ સૂઈ રહ્યાં હતાં.
ફકત આકાશના તારા આ પ્રસંગના સાક્ષી બનીને હસી રહ્યા હતા.
- શ્રી યોગેશ્વરજી

