બાળલગ્નના કટ્ટર વિરોધી પ્રવાસીએ એકાંત આશ્રમમાં એ મહાપુરુષની મુલાકાત લીધી. કેટલીક ઉપયોગી ચર્ચા થયા પછી તેણે એ મોટી ઉંમરના મહાપુરુષને પૂછ્યું: ‘તમે લગ્ન નથી કર્યું તેનું કારણ?’
મહાપુરુષે સ્મિત સાથે ઉત્તર આપ્યો, ‘તમે બાળલગ્નના વિરોધી છો ને?’
‘હા.’ પ્રવાસીએ સંમતિ આપી.
‘તો પછી હું અવિવાહિત રહ્યો છું તેનું કારણ સહેલાઈથી સમજી જશો. વાત એમ છે કે મારું શરીર મોટું પણ મન હજી બાલ્યાવસ્થામાં જ રહ્યા કરે છે. એ દશામાં લગ્ન કેવી રીતે થઈ શકે? વાસના પણ કેવી રીતે ઊઠી શકે?’
પ્રવાસીને મહાપુરુષની એ ફિલસૂફી જરા નવી લાગી. પણ વાત તેને ગળે ઉતરી ગઈ.
- શ્રી યોગેશ્વરજી