Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
મારા બેઠકના ઓરડામાં એક તૈલચિત્ર શોભી રહ્યું હતું. તેમાં ભગવાન શંકર ધ્યાનાવસ્થામાં બેઠા હતા, ને ત્રીજું નેત્ર ઊઘાડીને તેમની સમાધિનો ભંગ કરવા આવેલા કામદેવતાઓને ભસ્મીભૂત કરી રહ્યા હતા.

મુલાકાતીને મળવા માટે એ ઓરડામાં મેં પ્રવેશ કર્યો, ત્યારે એક બાળક એ તૈલચિત્ર આગળ ઊભો હતો. તેના હોઠ હાલી રહ્યા હતા, ને તેની આંખમાં આંસુ હતાં.

પાંચેક મિનિટ પછી તેણે મારી તરફ જોયું, ત્યારે મેં તેને રડવાનું કારણ પૂછ્યું. તેણે કરુણ સ્વરમાં કહેવા માંડ્યું: ‘જગતમાં વેર, ઝેર ને દુઃખ વધતાં જાય છે. એને યાદ કરીને હું પ્રભુને પ્રાર્થી રહ્યો છું કે મને પણ આવાં દિવ્યચક્ષુ આપી દો, મારા પર પણ તમારી કૃપા વરસાવો, જેના પ્રભાવથી જગતનાં ઝેરનો નાશ કરીને હું શાંતિ, સુખ ને સમૃદ્ધિની સૃષ્ટિ કરું. નહિ તો પછી તમે પોતે જ તેવી સૃષ્ટિનું નિર્માણ કરી દો.’

બાળકની બોલીમાં નીતરતા ભાવને જોઈને હું સ્તબ્ધ થઈ ગયો.

- શ્રી યોગેશ્વરજી