Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
મંદિરના પ્રાંગણમાં એક યુવાન બેઠો હતો. એની આંખમાં પ્રભુના પ્રેમનાં આંસુ હતાં.

ત્યાંથી પસાર થતા એક વૃદ્ધ પુરુષને તે જોઈને નવાઈ લાગી. તેણે યુવાનની પાસે બેસીને પૂછ્યું: ‘આંખમાં આંસુ કેમ છે? આટલી નાની ઉંમરે તારે વળી પ્રભુનો પ્રેમ શું ને ભક્તિ શું?’

યુવાને કહ્યું: ‘પ્રેમ ને ભક્તિને ઉંમર સાથે ક્યાં સંબંધ છે? એને તો દિલની સાથે સંબંધ છે. એ તો માનવમાત્રનો ઈજારો છે. તમે મને પ્રશ્ન કરો છો પણ વિચાર તો કરો કે નિર્મળ નીર લઈને વહી જતી નદી એના જ ઘેનમાં મગન બનીને આગળ વધે છે. બગીચાના સુંદર પુષ્પો એને જ માટે પોતાની સુવાસ વહેતી કરે છે. આકાશના તારા એના જ ધ્યાનમાં લીન બને છે. ને એમ સારી સૃષ્ટિ એક માત્ર એને જ પૂજે છે ને પ્રેમ કરે છે, ત્યારે હું તેનાથી વંચિત કેમ રહી શકું?’

વૃદ્ધને જાણી જુવાની મળી.

- શ્રી યોગેશ્વરજી