નવા જ નિમાયેલા મંદિરના પૂજારીઓમાં એક નાનીસરખી વાત પર વિવાદ થયો. ભગવાનને ઘીનો દીવો કરવો કે તેલનો તે વિશે ચર્ચા ચાલી ને તેણે તકરારનું સ્વરૂપ ધારણ કર્યું. વાત વહેતી વહેતી મંદિરના મહંત પાસે પહોંચી.
મહંતે કહ્યું: ‘એમાં વિવાદ કે તકરારનું કારણ જ ક્યાં છે? બધે જે ચાલે છે તે આપણે ત્યાં પણ થવું જોઈએ. દીવો ઘીનો જ થવો જોઈએ. ઘીથી હવા પણ શુદ્ધ થાય છે.’
તે રાતે પૂજારીઓ ને મહંતને સ્વપ્નું આવ્યું. તેમાં તેમને કોઈ પ્રેમાળ સંતના રૂપમાં પ્રભુનું દર્શન થયું. તે રૂપમાં પ્રભુએ તેમને કહ્યું: ‘ભાઈઓ, મારે ઘી કે તેલનો નહિ પણ પ્રેમનો દીવો જોઈએ છે. પ્રેમનો દીવો કરીને તમે મારી સાચી પૂજા કરો એમ ઈચ્છું છું.’
પણ પૂજારી ને મહંત પરાપૂર્વથી ચાલતી આવેલી પરિપાટીનો ત્યાગ કરવા તૈયાર ન હતાં.
- શ્રી યોગેશ્વરજી