Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
સંસારની ઉપેક્ષા કરવાની વૃત્તિ તારામાં કાયમ છે, ને સંસારથી દૂર ને દૂર ભાગવાની તું કોશીશ કરે છે, ત્યાં સુધી તારી સાધના ને સમજ કાચી છે. હે જ્ઞાની, તારી સાધના ને સમજ કાચી છે.

સ્ત્રી ને પુરુષને તું ધિક્કારે છે ને તેમનાથી દૂર રહેવાની કોશિશ કરે છે, ત્યાં સુધી તારી સાધના ને સમજ કાચી છે. હે જ્ઞાની, તારી સાધના ને સમજ કાચી છે.

સાચા જ્ઞાનનો સૂર્યોદય થશે ત્યારે તારો ભેદભાવ દૂર થશે, રાગદ્વેષ મટી જશે, ને અંધારું ટળી જશે. ત્યારે તું જોઈ શકીશ, અનુભવીશ ને કબૂલ કરીશ કે સંસાર સત્ય, શિવ ને સુંદરનું જ સ્વરૂપ છે. પરમાત્માનું જ પ્રતીક છે, ને દેવોના દેવનું મંગલ મંદિર છે. એ અનુભવનો આનંદ તારા અંતરમાં ફરી વળશે, ત્યારે તારું જીવન ને તારી દૃષ્ટિ ધન્ય બનશે.

પ્રેમ ને મંગલનું દર્શન દેનારી એ દૃષ્ટિ ના આવે ત્યાં સુધી તારી સાધના ને તારી સમજ કાચી છે. હે જ્ઞાની, તારી સાધના ને સમજ કાચી છે.

- શ્રી યોગેશ્વરજી