Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પર્વતના એકાંત પ્રદેશમાં કાલે એક બીજા સાધુનો સમાગમ થયો. તેના નાનાસરખા મકાનમાં એક કમળનું ફૂલ પડ્યું હતું. તેની આગળ અગરબત્તી સળગતી હતી.

મેં તેને પૂછ્યું: ‘આ ફૂલનું પ્રયોજન શું? એની આગળ અગરબત્તી કેમ સળગે છે?’

તેણે ઉત્તર આપ્યો: ‘પ્યારા પ્રવાસી, પ્રયોજન તમે કોને કહો છો તેની મને ખબર નથી. પણ આ ફૂલ મને શિક્ષા આપે છે કે જીવનને આ રીતે વિકસિત ને સુવાસિત કરવાનું છે. તેથી તેને રોજ મારી સામે રાખવાની મને ટેવ પડી છે.’

‘પણ ફૂલ તો ખીલીને કરમાય જાય છે. જીવનના વિકાસનું ફૂલ પણ તેમ કરમાય જાય છે?’ મેં દલીલ કરી.

‘ના, પ્યારા પ્રવાસી,’ સાધુએ કહેવા માંડ્યું: ‘જીવનના ફૂલનું તેવું નથી. તેની સુવાસ તો શાશ્વત છે. ખીલ્યા પછી તે કરમાતું નથી.’

ને મને સંબોધીને કહેવા માંડ્યું: ‘તમે પણ કોઈ ફિલસૂફ લાગો છો. તમને મારા વંદન છે.’

મેં કહ્યું: ‘ના, હું ફિલસૂફ નથી. હું તો એક ફૂલ છું. સંસારના સ્વર્ગનું એક સાધારણ ફોરમવંતુ ફૂલ છું.’

- શ્રી યોગેશ્વરજી