Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મુજ અબળાને મોટી મિરાત

MP3 Audio

મુજ અબળાને મોટી મિરાંત બાઈ; શામળો ઘરેણું મારે સાચું રે .. (ટેક)

વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી; હાર હરિનો મારે હૈયે રે,
ચીનમાળા ચતુરભૂજ ચૂડલો; શીદ સોની ઘેર જઈએ રે ... મુજ અબળાને

ઝાંઝરિયાં જગજીવન કેરાં; કૃષ્ણજી કલ્લાં ને રાંબી રે.
વિંછુવા ઘૂઘરા રામ નારાયણના; અણવટ અંતરજામી રે ... મુજ અબળાને

પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી; ત્રિકમ નામનું તાળું રે
કૂંચી કરાવું કરુણાનંદ કેરી; તેમાં ઘરેણું મારું ઘાલું રે ... મુજ અબળાને

સાસરવાસો સજીને બેઠી; હવે નથી કાંઈ કાચું રે
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધરનાગર; હરિને ચરણે જાચું રે ... મુજ અબળાને

 - મીરાંબાઈ

Add comment

Submit