if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://mail.swargarohan.com/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

तसै तपो दमः कर्मेति प्रतिष्ठा वेदाः सर्वाङ्गानि सत्यमायतनम् ॥८॥

tasmai tapo damah karmeti pratishtha vedah
sarvangani satyam ayatanam.

મન ને ઈન્દ્રિયનો સંયમ કરવો ને તપ કરવું છાજે,
કર્મ કરી નિષ્કામ જગતમાં અલિપ્તસમ રે’વું ભાવે;
પ્રાપ્ત એક છે ઈશ્વર કરવા એ જ ધ્યેય કરવું છાજે,
આ રીતે જે જાણે જન તે શાશ્વત પરમાત્મા પામે. ॥૮-૯॥

અર્થઃ

તસ્યૈ - એ બ્રહ્મવિદ્યાના
તપઃ - તપ
દમઃ - મન તથા ઇન્દ્રિયોનો સંયમ (અને)
કર્મ - કર્મ
ઇતિ - એ ત્રણે
પ્રતિષ્ઠાઃ - આધાર છે.
વેદાઃ - વેદ
સર્વાંગાનિ - એ વિદ્યાના સંપૂર્ણ અંગ છે.
સત્યમ્ - સત્યસ્વરૂપ પરમાત્મા
આયતનમ્ - એનાં અધિષ્ઠાન અથવા પ્રાપ્તવ્ય છે.

ભાવાર્થઃ

ગુરુની પાસે પહોંચીને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ તો મેળવી લીધો પરંતુ એટલાથી જ, કેવળ બૌદ્ધિક જ્ઞાન અથવા સમાધાનથી, પરમાત્માનો સાક્ષાત્કાર થઇ શકે ખરો ? એવી રીતે જો સાક્ષાત્કાર થતો હોત તો તો પંડિતો કે વિદ્વાનોને વહેલો થાત. સાક્ષાત્કાર માટે તો બૌદ્ધિક જ્ઞાનને મેળવીને બેસી રહેવાને બદલે, જીવનને બદલવા, પવિત્ર, સંયમી તથા પરમાત્મપરાયણ બનાવવા માટે તૈયાર રહેવું જોઇએ. એને માટે તપ, સંયમ અને નિષ્કામ કર્મના અથવા સ્વધર્મના સમ્યક અનુષ્ઠાનનો આધાર લેવો જોઇએ. વેદનો એમના અંગો સાથે અભ્યાસ કરવો જોઇએ. અને દ્રઠ નિશ્ચય કરવો જોઇએ કે પરમાત્મા જ પરમ પ્રાપ્તવ્ય છે, જીવનમાં એમની જ પ્રાપ્તિ કરવા જેવી છે. બીજું બધું જ ગૌણ છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.