Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
અમોને રણ ચઢવા લલકારે:
કાઢશે નહીં કસ તે કાંઈ, બથ ભરવા લલકારે .. અમોને

સૌમ્ય ઉપરથી સાગર શા, મન જોતાં અમને વારે;
ભીતર વડવાનલ જેવી પણ આગ ભરી છે ભારે.
ઉલ્કાપાત મચાવીશું તો કો’ ન આવશે વ્હારે ... અમોને

કોમળ કુસુમ સમાન કાળજે, સૌરભ છોડી પ્રાણે;
વજ્ર સમાન કઠોર બનીને પરંતુ હરતા જાને;
રોષ તણી રજ એક અમારી સૃષ્ટિ સકળ પ્રજાળે ... અમોને

મંત્ર મિત્રતાના રટનારા, વિશ્વપ્રેમને દાવે;
પરંતુ ખોદે ઘોર અમારી આફત જેઓ લાવે,
જાણી લે તે નમાવશે ના કદી અમોને કાળે ... અમોને

- શ્રી યોગેશ્વરજી