Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મન તુંહીં તુંહીં બોલે રે, આ સુપના જેવું તન તારું
અચાનક ઊડી જાશે રે, જેમ દેવતામાં દારુ ... ટેક

ઝાકળ જળ પળમાં વળી જાશે, જેમ કાગળ ને પાણી,
કાયાવાડી તારી એમ કરમાશે, થઈ જાશે ધૂળધાણી,
પાછળથી પસ્તાશો રે, મિથ્યા કરી મારું મારું ... મન તુંહીં તુંહીં

કાચનો કૂંપો કાયા તમારી, વણસતાં નહિ વાર,
જીવ કાયાને સગાઈ કેટલી, મૂકી ચાલે વનમોઝાર,
ફોગટ ફૂલ્યાં ફરવું રે, ઓચિંતું થાશે અંધારું ... મન તુંહીં તુંહીં

જાયું તે તો સર્વે જાવાનું, ઊગરવાનો ઉધારો,
દેવ, ગાંધર્વ, રાક્ષસ ને માણસ, સૌને મરણનો મારો,
આશાનો મહેલ ઊંચો રે, નીચું આ કાચું કારભારું ... મન તુંહીં તુંહીં

ચંચળ ચિત્તમાં ચેતીને ચાલો, ઝાલો હરિનું નામ,
પરમારથ જે હાથે તે સાથે, કરો રહેવાનો વિશ્રામ,
ધીરા ધરા ધરથી રે, નથી કોઈ રહેનારું ... મન તુંહીં તુંહીં

- ધીરો ભગત

Add comment

Submit