Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વીણાવાદિની વર દે !
તવ સુમંત્રથી મુખરિત વિલસિત
જલ-થલ-નભ કર દે … વર દે!
વીણાવાદિની વર દે !

ઉર ઉર નિવસિત અમર પ્રાણદા ,
અતુલ શક્તિદા, વિમલ ભક્તિદા ,
મુક્તિપ્રદા ! અમ માતજ્ઞાનદા !
દીન-હીન સંકીર્ણ સ્વાંતના
મલિન સ્તરો હર દે … વર દે !
વીણાવાદિની વર દે !

જ્ઞાનહીન અમ આત્મ સકલમાં,
ક્ષમા-ભાવહીન અંતરતરમાં,
ભર સુગંધ અમ અંગ-અંગમાં ,
કર પ્રદાન તુજ જ્યોતિ મંગલા ,
તવ શિશુઉર ભર દે … વર દે !
વીણાવાદિની વર દે !

Add comment

Submit