Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભોમિયો ખોવાયો મારો - બે અલગ સ્વરમાં

MP3 Audio

ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો,
મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો રે,
વાટે વિસામો લેતા જોયો હોય તો કહેજો … ભીતરનો ભેરુ

એના રે વિના મારી કાયા છે પાંગળી,
આંખ છતાંય મારી આંખો છે આંધળી,
મારા રે સરવરિયાનો હંસલો રીસાયો રે
સરવરમાં તરતો કોઈએ જોયો હોય તો કહેજો… ભીતરનો ભેરુ

તનડું રુધાણું મારું, મનડું રુંધાણું,
તાર તૂટ્યો રે અધવચ ભજન નંદવાણું,
કપરી આંધીમાં મારો દીવડો ઝડપાયો રે,
આખો સળગતો કોઈએ જોયો હોય તો કહેજો … ભીતરનો ભેરુ

- અવિનાશ વ્યાસ

Comments

Search Reset
1
Mitesh Patel
9 years ago
ટ્રેક ૨ માં આપેલો સ્વર કોનો છે અને આલ્બમનું નામ શેર કરવા વિનતી. જો MP3 કોઈ પાસે હોય અથવા કોઈ પ્રોપર લીંક જ્યાથ ડાઉનલોડ કરવું શક્ય બની સકે તો એ મને ઈમેલ કે વોટ્સઅપ +૧-૯૭૧-૩૧૩-૦૦૦૧ [USA} પર મોકલી આપવા વિનતી

આભાર
મિતેશ પટેલ
Like Like Quote
1
Jayesh Maru
12 years ago
Excellent
Like Like Quote
2
Patel Kirti
14 years ago
khrekhar bajan no bhandar chhe. i like.
Like Like Quote

Add comment

Submit