Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

માબાપને ભૂલશો નહીં - બે અલગ સ્વરમાં

MP3 Audio

ભૂલો ભલે બીજું બધું, માબાપને ભૂલશો નહી
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહી

અસહ્ય વેઠી વેદના, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનના કાળજાં, પથ્થર બની છૂંદશો નહી

કાઢી મુખેથી કાળિયા, મોંમા દઈ મોટા કર્યા
અમૃત તણા દેનાર સામે, ઝેર ઉછાળશો નહી

લાખો લડાવ્યા લાડ તમને, કોડ સહુ પુરા કર્યા
એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહી

લાખો કમાતા હો ભલે, માબાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહી

સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહી

ભીને સૂઈ પોતે અને સૂકે સૂવાડ્યા આપને
એની અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહી

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહી

ધન ખરચતાં મળશે બધું, માતાપિતા મળશે નહી
એનાં પુનિત ચરણો તણી, કદી ચાહના ભૂલશો નહી.

- સંત પુનિત

Comments

Search Reset
2
Harish Shukla
13 years ago
હું ખુબ સંવેદનશીલ છું. આ ભજન સાંભળી ને આખો હમેશા ભીજાઈ જાય છે. આભાર.
Like Like Quote
0
Kirit Patel
14 years ago
આ ભજન સાંભળીને મને મારા મા-બાપની યાદ આવી ગઈ જે દેવલોક પામ્યા છે. મારુ મન દ્રવી ઉઠ્યું. મારી માતાને આ ભજન ખુબ પ્રિય હતું. ધન્યવાદ.
Like Like Quote
1
Kedarsinhji M Jadeja
14 years ago
પુનિત મહારાજ ના પાવન અંતર માંથી ઉદ્ભવેલ "માં બાપ ને ભૂલશો નહીં" વારમ વાર સાંભળતાં સાંભળતાં મારા મનમાં પણ એક રચના આકાર પામી, એ રચના સાથે સરખામણી કરવા નો તો કોઇ સવાલ જ ન હોય, હા એમની પ્રેરણા જરૂર ગણાય, તેથી મેં પણ બાળકો ને પણ પ્રેરણા મળે એવી આશા સાથે આ રચના અહિં પ્રસ્તુત કરેલ છે.
(ઢાળ - માબાપ ને ભૂલશો નહીં)

સેવા કરો માં બાપ ની,-તો- સંતાન સુખ સૌ આપશે,
અનાદર કર્યો હશે એમનો, આદર તને કોણ આપશે...

ભુખ્યા પિતા છે પ્રેમના, માતા ઝંખે નિજ બાળ ને
સન્માન નો એક શબ્દ બસ, એને અતિ સુખ આપશે..

કરતાં અહર્નિશ પ્રાર્થના, આપો બધું સુખ બાળને
નિજ કાજ ના ક’દિ માંગતાં, એ ઉપાસના તને તારશે...

ભટક્યો અગર તુજ કર્મ થી, કે અવર અવગણના કરી
અંતર બળ્યું જો એમનું, તુજ વેદના કોણ ઠારશે...

"કેદાર" એકજ પ્રાર્થના, આપો મતી શુભ સર્વ ને
જેણે બતાવ્યું જગત છે, એ જ્ઞાન ને ના વિસારશે..

- કેદારસિંહજી મે જાડેજા (ગાંધીધામ કચ્છ)
Like Like Quote
1
Urvek
16 years ago
can any one guide me how can i download this bhajan?
Like Like Quote
2
Rakesh Patel
16 years ago
i want to download this bhulo bhale
Like Like Quote
2
Naimisha Mehta
16 years ago
આ ભજન સાંભળી મને ખરેખર ખુબ જ ખુશી થઈ and for that Thank you very much.
Like Like Quote

Add comment

Submit