Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા
મારી વીણાની વાણી જગાડી તું જા.

ઝંઝાના ઝાંઝરને પહેરી પધારી પિયા,
કાનનાં કમાડ મારા ઢંઢોળી જા
પોઢેલી પાંપણના પડદા ઉઘાડી જરા
સોનેરી સોણલું બતાવી તું જા ... મારી બંસીમાં

સૂની સરિતાને તીર પહેરી પિતાંબરી
દિલનો દડુલો રમાડી તું જા
ભૂખી શબરીના બોર બે એક આરોગી
જનમ ભૂખીને જમાડી તું જા ... મારી બંસીમાં

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરને સેઢે હંકારી તું જા.
મનના માલિક તારી મોજના હલ્લેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા ... મારી બંસીમાં

- સુન્દરમ્

Comments

Search Reset
0
Madhu
2 years ago
Beautiful Bhajans. All traditional
Like Like Quote
0
પ્રદિપ
2 years ago
Very Nice
Like Like Quote

Add comment

Submit