પ્રસિદ્ધિ પામેલા શ્રેષ્ઠ પુસ્તકોને પારિતોષિક મળ્યાં.
એમનાં નામ જનતાની જાણ માટે જાહેર થયાં.
એમના સર્જકોને સમાચાર સાંપડ્યા.
પ્રકાશિત પુસ્તકોને પારિતોષિક મળ્યાં.
પારિતોષિકનો નિર્ણય કરનારી
પંડિત કે પ્રાજ્ઞ મનાતા પુરુષોની પસંદગી સમિતિએ
પારિતોષિકના પ્રકાર નક્કી કર્યા.
એના વર્તમાન વ્યોમવાણી દ્વારા વહેતા થયા.
સ્વાનુભવસંપન્ન સાહિત્યસર્જકે જણાવ્યું
પ્રસિદ્ધિ પામેલાં પુસ્તકોને પારિતોષિક મળ્યાં
તે પસંદગી સમિતિનાં પારિતોષિક થયાં,
તેમને જ પારિતોષિક મળ્યાં.
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)

