Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારું પરમધામ છેક જ પાસે
પ્રાણની પણ પાસે છે;
તો પણ ત્યાં પહોંચવાનો,
તેમાં પ્રવેશવાનો પંથ કેટલો કપરો છે?

તમારું મંગલ મંદિરદ્વાર તદ્દન પાસે છે.
કેટલીકવાર તો જન્મોજન્મની
અખંડ અલૌકિક આરાધના
તમારી સુરતાસભર સ્નેહસિતારી
સ્થળે સ્થળે ક્ષણે ક્ષણે વાગી રહી છે.
એના સુસ્વર સર્વત્ર છૂટી રહ્યા છે.
તો પણ એને શ્રવણનો વિષય બનાવતાં,
એના આધારે તમારી પાસે પહોંચતા,
કેટલો બધો વિલંબ લાગે છે?

માગે છે.

છતાં પણ જે દૂર છે
તે તમારી કૃપાથી પાસે થાય છે.
કઠિન સરળ બની જાય છે.
કૃપાનું રશ્મિ રેલાતાં
આવરણનો અંત આવે છે,
તમારું દર્શન સહજ થાય છે.

–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)