Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અમોને જ્ઞાન દેનારા ગુરૂને લાખ વંદન હો !
સદાયે જ્ઞાન દેનારા ગુરૂને લાખ વંદન હો !

કહ્યા છે જેમને બ્રહ્મા, કહ્યા વિષ્ણુ વળી શંકર,
કહ્યા છે દેવ જેવા, તે ગુરૂને લાખ વંદન હો ! .... અમોને

કહ્યા ઈશ્વરસમા જેને દયા ને જ્ઞાનના દરિયા;
સદાયે શાંતિમૂર્તિ તે ગુરૂને લાખ વંદન હો ! .... અમોને

પરમ આનંદ પામ્યા જે, સુખ વળી આપતા સૌને,
ભર્યા સદગુણ થકી દૈવી, ગુરૂને લાખ વંદન હો ! .... અમોને

નવી જે આંખડી આપે, યુગોના કષ્ટને કાપે;
કૃપાથી મુક્તિ દેનારા, ગુરૂને લાખ વંદન હો ! .... અમોને

 - શ્રી યોગેશ્વરજી