Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ફુવારા, ફુવારા, ભરેલા રસે છો;
હસો, રોજ ઊડો, રડે માનવી છો !

તમે રોજ ધારા તમારી વહાવો,
કરો ગેલ ને ગેલ સૌને કરાવો;

નથી થાક, ચિંતા તમોને નથી કો,
ફુવારા, ફુવારા, સદાયે સુખી છો. ... ફુવારા.

મળ્યા આટલો હર્ષ ક્યાંથી તમોને ?
થતો પ્રશ્ન જોઈ ખરેખર અમોને;

તમે કર્મ કેવું મજાનું કરો છો ?
હજારો જનોને અમીથી ભરો છો. ... ફુવારા.

તમોને નિહાળી અમોને ય થાયે,
અમોને મળી હર્ષ આવો જ જાયે;

હસીએ, રમીએ, કરી કામને તો,
મળે દિવ્ય આનંદતો, શોક ના હો. .... ફુવારા.

 - શ્રી યોગેશ્વરજી