Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

લડવાને બદલે સૌ આવો સંપ થકી રહેવા,
અશાંતિમાં મરતાંને વાતો શાંતિતણી કહેવા.

વેર રાખતા તેને આપો અમૃત જેવો પ્રેમ,
ઝેર ભલેને રાખે કોઈ, ઝેર રાખવું કેમ?

ભલે કહે અપશબ્દો બીજા સારા શબ્દ કહો;
તિરસ્કારને ત્યાગ કરીને જગમાં રોજ રહો.

મદદ કરો બીજાને હેતે, સુખ સૌને આપો;
કડવાશ કરો દૂર બધીયે, કુસંપને કાપો.

દુનિયાને દૈવી કરવાની તક છે આજ મળી;
આખી સૃષ્ટિને સ્વર્ગથકી સારી રહો કરી.

લડવાને બદલે સૌ આવો સંપથકી રહેવા,
અશાંતિમાં મરતાંને વાતો શાંતિતણી કહેવા.

 - શ્રી યોગેશ્વરજી