Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સૌથી શું સારું ? કહોને, સૌથી શું સારું ?

સ્વર્ગતણા ગુણ ઘણા ગવાયે, એ છે રઢિયાળું;
મોજશોખનો પાર ન એમાં, સુખ એમાં ન્યારું. ..સૌથી શું.

ઘડપણ એમાં નહીં, રોગ ના, બંધનનું તાળું;
ચિંતા કોઈ રહે નહીં ત્યાં, દુઃખ જ ક્યાં વારૂ ? ..સૌથી શું.

મોક્ષ વળી છે ઉત્તમ માન્યો, જ્ઞાનીને ચારું;
બીજા કૈંક કહ્યા છે લોકો, આ વિશ્વે ચારું; ..સૌથી શું.

બોલ્યાં બાળક એ સાંભળતા, આજ જગત સારું;
સ્વર્ગ સમાયું એમાં, તેમજ મોક્ષ મળે ચારું. ..સૌથી શું.

દુઃખદર્દને દૂર કરીને, જગત કરો ન્યારું;
ઈશ્વર પણ અવતાર અહીં લે, આજ જગત સારું. ..સૌથી શું.

 - શ્રી યોગેશ્વરજી