Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મુસાફરી, મુસાફરી, એક નવી છે મુસાફરી.

દેશ બધોયે બેઠો થાયે, શાંતિ સૌને મળે ખરી;
સૌને સુખ હો, દૂર દુઃખ હો, તે માટેની મુસાફરી. ... મુસાફરી

ગઈ ગુલામી પાછી ના’વે, રોજી સૌને રહે મળી;
માનવ સાચા બને બધાયે, તે માટેની મુસાફરી ... મુસાફરી

શિક્ષણ ને સંસ્કાર બધે હો દર્દ બધાંએ રહે ટળી;
એ માટેની કૂચ કરે સૌ, તે માટેની મુસાફરી ... મુસાફરી

હડધૂત રહે કોઈયે ના, દબાયલાં કે દીન વળી;
અનીતિ કે અન્યાય રહે ના, તે માટેની મુસાફરી ...મુસાફરી

સહકાર કરો સૌએ એમાં વાત કહી છે આજ ખરી;
કાયાપલટ થઈ તો જાયે, પૂરી થાયે મુસાફરી ... મુસાફરી

 - શ્રી યોગેશ્વરજી