Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

લીલા પીળા મેના પોપટ, રમવા માટે આવો,
ઊડી બેસી તરુવર ડાળે, મીઠા સ્વરથી ગાવો ! .... લીલા પીળા.

બીક ન રાખો કોઈનીયે, અવની આખી શ્રી પ્રભુની છે;
મિત્ર ન કોઈ, શત્રુ ન કોઈ,બધે છબી એની જ પડી છે. ... લીલા પીળા

રૂપ તમારું છે રઢિયાળું, ચાંચ વળી છે ન્યારી;
પાંખ બની છે કોમળ કેવી ? વાણી પણ છે સારી. ... લીલા પીળા

છેક સવારે રમવા આવો, મજા પડે તો ભારે;
રમવાના આ દિવસો મીઠા, પછી આવશે ક્યારે ? .... લીલા પીળા.

 - શ્રી યોગેશ્વરજી