Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઓ કોયલ, એવું બોલ !

કળામય કરી કૂજન તારાં, કૈંક કાળજા ખોલ;
કવિઓનાં અંતરમાં તારું, દૈવી અમૃત ઢોળ ! .... ઓ કોયલ.

મોહિત થાય બધાંયે માનવ, એવું મીઠું બોલ;
શાંત થાયે મનઅંતર સૌના, એવો કર કિલ્લોલ. ... ઓ કોયલ.

ઉદાસ પામે આનંદ મળે, જડને પ્રાણ અમોલ;
ચિંતા મટે, વેદના જાયે, ટળે કલેશ ને શોર. ... ઓ કોયલ.

સંપ તેમ સહકારમંત્ર દે, દે રસ કેરી છોળ;
ટહુકાર કરી કરી બધાંના, ચિત્ત ભલે તું ચોર. ... ઓ કોયલ.

 - શ્રી યોગેશ્વરજી