Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

બાળક બોલો આજ, કે કરશો કેવાં કાજ ?
કોની વૃદ્ધિ ? ....કે મળે શાંતિનું રાજ ?

નિર્ભયતા ને દયા વધારો, સ્નેહભાવને તેમ;
નમ્ર બનીને જીવો જગમાં, સરળ નદીની જેમ ... બાળક બોલો આજ,

વૃદ્ધિ સેવાની કરો, સંપ વધારો જ્ઞાન;
સંયમ ને સ્વાધ્યાય વધારો, ઉત્તમ કરતા પ્રાણ .... બાળક બોલો આજ,

ક્ષમાભાવ ધીરજને ધારો, કરો હિંમતવિકાસ;
પવિત્રતા, માધુર્ય વધારો, એમાં સુખનો વાસ .... બાળક બોલો આજ,

નિષ્પાપ અને નિષ્કપટ બનો, સૌનું ચાહો ક્ષેમ;
યત્ન કરો બીજાના હિતના,સધાય છે હિત એમ ... બાળક બોલો આજ,

શ્રદ્ધા શિસ્ત ઉદારતા તથા શુભ આચારવિચાર;
શૌર્ય તેમ સાહસની વૃત્તિ, ઉત્તમતાનો સાર.... બાળક બોલો આજ,

 - શ્રી યોગેશ્વરજી