Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

બાળક, બોલો ભાવે, શું છોડી દેશો ભાવે ?
આ સંસારે, સુખશાંતિ જેથી આવે ?
 
અહંકાર ને ઈર્ષા છોડો, છોડો કુસુંપ ઝેરી;
દંભ તજી દો, કપટ તજી દો, હોળી કટુતા કેરી....બાળક, બોલો ભાવે,

ભૂત ભયતણું દૂર કરી દો, ભેદભાવને ત્યાગો;
સ્વાર્થ તજો, મમતાને મારો, છોડો જૂઠા રાગો ... બાળક, બોલો ભાવે,

ક્રોધ તજી દો, લોભ તજી દો, ખોટી વસ્તુ માટે;
આળસ ને અજ્ઞાન તજી દો,અસત્યને સૌ વાતે ... બાળક, બોલો ભાવે,

કઠોરતા, કટુવાણી છોડો, કુકર્મ ત્યાગ કરી દો;
કુવિચાર તજો, કામવાસના, કાયરતા ય હરી લો ... બાળક, બોલો ભાવે,

કૂપમંડુક બનો ના કોદી, હિંસાભાવ ન રાખો;
છોડી વ્યસનો, ખોટી ટેવો,જ્ઞાનતણો રસ ચાખો ... બાળક, બોલો ભાવે,

 - શ્રી યોગેશ્વરજી