Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હાં રે ક્યાંથી આવ્યાં ને ક્યાં જાશો, અણસલાં ?
ગગને છે ઘર ને, જગમાં ઉતરીયાં ?
  વરસાદના દિન ભાવ્યા, અણસલાં ? ... હાં રે ક્યાંથી.

હાં રે શાને આવ્યાં રે હેઠે, અણસલાં ?
ધરતીને ભેટવા ? ઘડીવાર લેટવા ?
  દુનિયા નવીનવી જોવા, અણસલાં ? ... હાં રે ક્યાંથી.

હાં રે કેવાં અંગો લઈ આવ્યા, અણસલાં ?
નાજુક કેવાં ? છૂંદાય એવાં;
  લાખો લોકો જાય છૂંદી, અણસલાં ? ... હાં રે ક્યાંથી.

હાં રે જાતાં ગગન શે પાછાં, અણસલાં ?
જ્યોતે સમાતાં, પ્રેમી પ્રભુની ?
  શીખવજો જ્યોતે સમાતાં, અણસલાં ? ... હાં રે ક્યાંથી.

 - શ્રી યોગેશ્વરજી